Wednesday, January 6, 2016

તમામ શૈક્ષણિક સમાચાર અને મટીરીયલ એક જ જગ્યાએ



નમસ્કાર...
હવે શૈક્ષણિક સમાચાર અને મટીરીયલ માટે અલગ-અલગ બ્લોગ જોવાની જરૂર નથી. ગુજરાતના 33 પ્રખ્યાત બ્લોગરોની પોસ્ટ એક સાથે. તમે માત્ર એક જ ક્લિકમાં જાણી શકો તમામ શૈક્ષણિક સમાચાર.

આવી અનોખી પહેલ મારા મિત્ર આશિષ પટેલએ કરેલી છે. આ માટે તેમણે બ્લોગ બનાવેલ છે
Gujarat Education Website.
આ બ્લોગ જોવા ક્લિક કરો નીચેની લીંક :-
http://goo.gl/BBisjk

EXCEL ના 115+ Formula માત્ર એક જ ફાઈલમાં


નમસ્કાર...
આ અઠવાડીયે આપનું સ્વાગત છે. આ વખતની પ્રથમ પોસ્ટ ટેક્નોલોજીને લગતી છે. આપણે લોકો કમ્પ્યુટરમાં કામ કરતા હોય છે. તેમાં MS-EXCEL માં આપણે ઘણી સહેલાઈથી કામ કરી શકીએ. Result અને બીજા અમુક પ્રોગ્રામ બનાવવા માટે તમારે જુદા જુદા EXCEL ની formula ની જરૂર પડે છે. જે કામને સહેલુ બનાવે.

હા...તો અહી હું લાવ્યો છું 115 થી પણ વધુ EXCEL Formula બસ એક નાની ફાઈલની અંદર જેથી તમને સહેલાઈ રહે. આ ફાઈલ પોતે જ Excel ની ફાઈલ છે જે માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા Office Suite એપ હોવી જોઈએ. તમામ formula આ ફાઈલમાં આવરી લેવાયા છે.

→EXCEL Formula ની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 500 kb જ.

- શું તમને MS-Excel પહેલેથી શીખવા માંગો છો ? એ પણ ગુજરાતીમાં
તો બસ આ 8 વિડીયો ડાઉનલોડ કરો :- અહી ક્લિક કરો

- હવે તમામ માહિતી તમારા હાથમાં. અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો :- ક્લિક કરી એપ ડાઉનલોડ કરો

તમારા કમ્પ્યુટરની Screen કેમ Record કરશો ?


હેલ્લો....
ઘણા સમય બાદ ફરી મળવાનું થયુ છે. આજ હું તમારા માટે ટેક્નોલોજીનો એક નવો વિષય લઈને આવ્યો છું. આજ આપણે શીખશું કે આપણા કમ્પ્યુટરની Screen કેમ Record કરશો.

તમે તમારા કમ્પ્યુટરમાં કોઈપણ કામ કરતા હોવ તેને Record કરી શકો છો. તેનો વિડીયો પણ બનાવી શકો છો. ઘણા લોકો દ્વારા આવા વિડીયો બનાવવામાં આવે છે. તો આવા વિડીયો માટે ક્યો સોફ્ટવેર વપરાય છે તે તમને પ્રશ્ન થતો હશે. તે સોફ્ટવેર છે Camstudio. તેની મદદથી તમે તમારી Screen ને સરળતાથી Record કરી શકો છો. આ એક ફ્રી સોફ્ટવેર છે અને ઉપયોગ કરવો પણ સહેલો છે.

Camstudio સોફ્ટવેર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
(સોફ્ટવેર 10 mb સાઈઝ)

Record કરો તમારી Screen અને બનાવો તમારો વિડીયો.

કમ્પ્યુટરમાં સરળતાથી ગુજરાતીમાં લખો - શ્રુતિ ઈન્ડિક સોફ્ટવેર



લેખક - વિશાલ ગૌસ્વામી
તમને અંગ્રેજી ટાઈપિંગ શીખી ગયા હશો. પરંતુ, ગુજરાતી ટાઈપ વખતે તેના અક્ષરો યાદ રાખવામાં તકલીફ થતી હોય છે. તેનો સરળ રસ્તો છે તમે શ્રુતિ ઈન્ડિક ફોન્ટ અને સોફ્ટવેર ડાઉનલોડ કરો. પછી તેમાંથી ગુજરાતી લખો.

ફાયદાઓ :-
1. શ્રુતિ ઈન્ડિક માં અક્ષરો યાદ રાખવાની જરૂર નથી.
2. તમે સહેલાઈથી ટાઈપ કરી શકો.
3. બધુ ટાઈપિંગ અંગ્રેજી બારાક્ષરી પ્રમાણે.
4. દા.ત. "વિશાલ વિજ્ઞાન" ટાઈપ કરવા તમારે vishaala vigyaana એમ લખવાનું છે બસ.
5. ઈન્ટરનેટ પર પણ ગમે ત્યા ગુજરાતી ટાઈપ કરી શકો. દા.ત. ફેસબુક પર ગુજરાતીમાં પોસ્ટ.
6. GTU CCC પરીક્ષાની પૂર્વ તૈયારી થઈ શકે.

શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ :-
- શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ કરવા માટે પહેલા તમારા કમ્પ્યુટર વિશે જાણવું જરૂરી કે તે કઈ operating system છે.
- તેના માટે my computer કે computer પર right click કરો તેમા જુઓ કે operating system કઈ છે ( Windows 8/ xp /7 /vista ) અને કેટલા bit ની છે. (32 કે 64)
- તમારી operating system મુજબ શ્રુતિ ઈન્ડિક ડાઉનલોડ કરો. ડાઉનલોડ માટે નીચે જુઓ.

1. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-3 :-
- Windows 8, Windows 7 માટે
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF :- ડાઉનલોડ

2. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-2 :-
- Windows 7, Windows Vista, Windows XP 64 bit
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF:- ડાઉનલોડ

3. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-1 :-
- Windows XP 32 bit :- ડાઉનલોડ

સંદર્ભ અને લીંક :- www.bhashaindia.com
ધન્યવાદ....

PDF File banavavu sahelu


નમસ્કાર...
→ઘણીવાર આપણે WORD, EXCEL અને PPT ફાઈલ PDF માં બદલાવાની જરૂર પડે છે. તમારા ડોક્યુમેન્ટને PDF બનાવતા તે સરળતાથી EDIT થઈ શકતી નથી.
→પણ તેના માટે કોઈ અલગ સોફ્ટવેરની જરૂર નથી. તમે સીધા MS OFFICE માંથી જ PDF બનાવી શકો. હા તમારા MS OFFICE માંથી જ!!! પણ આ માત્ર MS OFFICE 2007 અને પછીના વર્ઝન માટે જ ઉપયોગી છે. એટલે કે MS OFFICE 2003 હોય તેને ઉપયોગી નથી.
→તેના માટે તમારે MS OFFICE નું 900 kbનું એક Add in ડાઉનલોડ કરવુ પડશે. Add in એટલે એક નાની Setup File જે PDF તરીકે ફાઈલને Save કરવા દેશે.

→આ Add in ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

→ હવે તે ડાઉનલોડ થયા પછી તેના પર ડબલ ક્લિક કરી તમારા કમ્પ્યુટરમાં તેને Install કરો. થોડીવારના અંતે Install થઈ જશે.
→ હવે કોઇપણ WORD, EXCEL કે PPT ની ફાઈલ ખોલો અથવા બનાવો. પછી તેમાં ઉપર File માં Save as માં જતા PDF આવશે.(જુઓ નીચેનો ફોટો). તેમાં ક્લિક કરતા ફાઈલ PDF બની જશે. આમ કોઇપણ ફાઈલ PDF બનાવી શકશો.
→નોંધ :- ફાઈલને PDF બનાવતા પહેલા Print Preview માં જઈને Page ને સરખુ સેટ કરવું.